ENTERTAINMENT

જૂનિયર NTRના કઝિન Nandamuri Taraka Ratnaનું નિધન,

સાઉથ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. જૂનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ નંદમૂરી તારક રત્નએ શનિવારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. 39 વર્ષના તારક રત્નના નિધનથી સમગ્ર સાઉથની ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. મળતા અહેવાલ અનુસાર તારક રત્નને થોડાક દિવસો પહેલા પદયાત્રા દરમ્યાન હાર્ટ એટેક આવ્યો હતો. આ હાર્ટ એટેક આવ્યા પછી તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા.
રિપોર્ટસ અનુસાર તારક રત્ન હાલમાંજ આંધ્ર પ્રદેશના ખે ચિતૂર જિલ્લામાં ટીડ઼ીપી મહાસચિવ નારા લોકેશની યુવાગલમ પદયત્રામાં સામેલ થયા હતા, આ રેલી દરમ્યાન તારક રત્ન અચાક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આનનફાનનમાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાનાં આવ્યા હતા, ત્યાર બાદ અભિનેતાને બેંગલોર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
અભિનેતા અને નેતા તારક રત્ન બેંગલોરમાં નામ ગિરામી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ તેમની તબિયત સતત લથડી રહી, ડોક્ટર્સ પણ સતત પ્રયાસ કરી રહ્યા હતા, એક અહેવાલ પ્રમાણે અભિનેતાને હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા. અભિનેતાના નિધન પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button