
3-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- જી.સી. ઇ.આર. ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ તથા બી.આર.સી. ભુજ પ્રાયોજિત અને સી.આર.સી. લોરિયા આયોજિત લોરિયા સી.આર.સી.નો ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ લોરિયા ગૃપ શાળામાં યોજાયો હતો. રાજ્ય પ્રા.શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. G – 20 વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત આ કલા ઉત્સવમાં ક્લસ્ટરની ૯ શાળાના ૨૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળકોમાં રહેલા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય, એમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે, આત્મ વિશ્વાસમાં વધારો થાય અને એમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાંથી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઝુરા કન્યા શાળાની વિદ્યાર્થિની કુ. ડિમ્પલ બુચિયા , બાળ કવિ સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંકે ઝુરા કન્યા શાળાની વિદ્યાર્થિની કુ.અલ્પા મારવાડા, સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઝુરા કુમાર શાળાના વિદ્યાર્થી વિજય ઓઢાણા જ્યારે સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નોખાણીયા પ્રા.શાળાની વિદ્યાર્થિની કુ. શ્રીયા છાંગા વિજેતા બન્યા હતા. વિજેતા બાળકોને પુરસ્કાર તથા ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ બાળકો હવે આગામી સમયમાં તાલુકા કક્ષાએ યોજાનાર કલા ઉત્સવમાં લોરિયા સી.આર.સી.નું પ્રતિનિધિત્વ કરશે. કલા ઉત્સવમાં નિર્ણાયકો તરીકે અલ્તાફ સમા, નેહાબેન વણકર, ભાવિનીબેન ભટ્ટ, દિગ્વિજયસિંહ રાઠોડ, તુષાર જાની, રાકેશ સોલંકી વગેરેએ સેવા આપી હતી. આ તકે લોરિયા એસ.એમ.સી.ના અધ્યક્ષ અભયરાજસિંહ જાડેજા, ગૃપ શાળાના આચાર્ય રમીઝખાન સુથાર, પૂર્વ આચાર્ય હેતલબેન પરમાર , જેતમાલજી જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ચૈતન્યભાઈ આર્યએ જ્યારે આભાર વિધિ રમેશ પ્રજાપતિએ કરી હતી.સમગ્ર આયોજનને સફળ બનાવવા સી.આર.સી. કો ઓર્ડીનેટર પ્રદીપભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ લોરિયા ગૃપ શાળાના શિક્ષકો દીપેશ ચૌધરી, નૈસર્ગીબેન પરમાર, લતાબેન તેરૈયા, પૂજાબેન પંડ્યા, ક્રિષ્નાબેન પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.