JETPURRAJKOT

સૌની’’ યોજનાની પાઈપલાઇનમાંથી ગેરકાયદેસર પાણીચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

તા.૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

‘‘સૌની’’ યોજના લીંક-૪ દ્વારા લીંબડી ભોગવો – ૨ જળાશયથી રાયડી જળાશય સુધી બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના વિવિધ જળાશયો અને વિવિધ તાલુકાના તળાવો તથા ચેકડેમો ભરવામાં આવશે. આ યોજનાના પમ્પિંગ સ્ટેશનો પર મોટા પમ્પ, એરવાલ્વ, સ્કાર વાલ્વ તથા એરકુશન વાલ્વ અને આશરે ૩ મી. વ્યાસ ધરાવતી ભુમિગત પાઇપલાઇન મારફત ખુબ જ ઊંચા દબાણથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણી વહેવડાવવાની કામગીરી કરવામાં આવે છે. આ પાઇપલાઈનમાં બિનઅધિકૃત રીતે તથા પરવાનગી વગર જો કોઈ ઈસમ/વ્યક્તિ/સમૂહ દ્વારા એરવાલ્વ, સ્કાર વાલ્વ કે એરકુશન વાલ્વ ખોલી પાણી ચોરી કે વ્યય કરતા જણાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેરશ્રી, સૌની યોજના વિભાગ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button