
તા.૨૫/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરમાં ભાદર નદીના પુલ પાસે રેલ્વેના પાટા પર બેસી ફોનમાં વાત કરતો એક પરપ્રાંતિય મજૂરનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું હતું. જ્યારે તેને બચાવવાનો પ્રયાસ કરનાર સાથી મજૂરને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના ભાદર નદીના પુલ પાસે રેલ્વેના પાટા પર બેસી ઓમપ્રકાશ વિજયભાઈ ગૌડ ઉવ ૩૦ નામનો એક પરપ્રાંતિય મજૂર કાનમાં ઇઅર ફોન લગાવી મોબાઈલમાં વાત કરતો હતો. તે વાતોમાં એટલો મશગૂલ હતો કે પાછળથી આવતી ટ્રેનની વ્હીસલનો અવાજ પણ ન સાંભળાયો અને ટ્રેન નજીક આવી ગઈ. જેથી તેની સાથે રહેલ સુરેન્દ્રકુમાર કુશહાર તેને બચાવવા હાથ પકડીને ખેંચ્યો. પરંતુ એટલીવારમાં તો ટ્રેનની અડફેટે ઓમપ્રકાશ આવી ગયો અને ટ્રેનની ઠોકરથી પાટા પરથી દૂર ફંગોળાઈને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. સાથોસાથ સુરેન્દ્રકુમાર તેને બચાવવા હાથ લંબાવ્યો હતો તે પણ ટ્રેનની ઠોકરથી દૂર ફેંકાઈ ગયો અને તેને હાથમાં ગંભીર ઇજા પહોંચી.
રાજકોટ સોમનાથ ટ્રેનની અડફેટે બંને પરપ્રાંતિય મજૂર ચડી ગયા જેમાં એકનું મોત અને બીજાને ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્તને સારવાર માટે અને મૃતકને પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.