
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાંથી દેશી તમંચા એક શખ્સ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને સંયુક્તમાં મળેલ બાતમીને આધારે મોરબી વીસીપરા વિસ્તારમા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી આરોપી વસીમ અનવરભાઈ માલાણી ઉવ.૨૫ રહે. સામાકાંઠે કાંતિનગરને દેશી હાથ બનાવટના જુના તમંચા સાથે દબોચી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે આરોપી પાસે રહેલ દેશી તમંચો કિ.રૂ.૫,૦૦૦/- કબ્જે લઇ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








