JETPURRAJKOT

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે

તા.૩૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને સમીક્ષા બેઠકોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલથી બે દિવસ તા. ૦૧ અને ૦૨ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે.

મંત્રીશ્રી બાવળિયા ૧ જૂન ના રોજ વિંછીયા તાલુકાના હિંગોળગઢ ખાતે ચેકડેમ ઊંડા ઉતારવાના કામ, નાના માત્રા ખાતે બ્રિજ, રૂપાવટી ખાતે સી.સી રોડ તથા બેલાના ચેકડેમ અને મોટી લાખાવડ ખાતે અન્ય ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે. તા. ૦૨ જૂનના રોજ મંત્રીશ્રી વિંછીયા તાલુકાના ઘેલા સોમનાથ મંદિર ખાતે વિકાસ કામો અંગે કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજશે તેમજ જસદણ પ્રાંત કચેરી ખાતે તાલુકાના પ્રશ્નો અંગે બેઠક યોજી સમીક્ષા હાથ ધરશે.

[wptube id="1252022"]
Back to top button