MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ભગવાન શ્રીરામના રથ સાથે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

વાત્સલ્યમ્ સમાચાર આરીફ દિવાન મોરબી
રામનવમીના પાવન પર્વ નિમિતે મોરબી શહેરમાં સનાતની હિંદુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જે શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શરુ કરવામાં આવી હતી જે શોભાયાત્રામાં ભગવાન શ્રી રામનો રથ, બુલડોઝર અને ડીજે સીસ્ટમ સાથે હજારો બાઈક અને કારમાં હિંદુ ભાઈઓ-બહેનો જોડાયા હતા

શોભાયાત્રા સામાકાંઠેથી શરુ કરવામાં આવી છે જે શહેરના દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા ચોક, જુના બસ સ્ટેન્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં ફરીને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે જ્યાં મહાઆરતી પણ કરવામાં આવશે

શોભાયાત્રામાં બુલડોઝર પણ સામેલ કરવામાં આવ્યું છે પ્રતીકાત્મક રૂપે બુલડોઝરનો પ્રયોગ કરીને સંદેશો પણ આપવામાં આવ્યો છે શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ઠેર ઠેર ઠંડાપીણા, ચા-પાણી અને સરબત સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને પ્રસાદી ગ્રહણ કરીને શોભાયાત્રા શહેરમાં આગળ વધી રહી છે

[wptube id="1252022"]
Back to top button