
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૯.૮.૨૦૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર દુધિયા તળાવને ફરતે આવેલા અંદાજે પચાસ જેટલા કાચા પાકા દબાણો યાત્રાળુઓની સુવિધા ને ધ્યાનમાં લઈને વહિવટી તંત્ર દ્વારા પોલીસ કાફલો સાથે રાખી શુક્રવારે વહેલી સવારથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.જોકે આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. પંચમહાલ જિલ્લામાં આવેલ શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક ધ્વજારોહણ બાદ યાત્રાળુ ઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.જેને ધ્યાનમાં લઈને તેમજ પાવાગઢ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડુંગર પર આવેલ દુધિયા તળાવને ફરતે યાત્રાળુ ઓની સુવિધા માટે બનાવવામાં આવેલ દુધિયા તળાવ કોરિડોર તેમજ વોક વે ના ફરતે છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન ઊભા થયેલા કાચા પાકા દબાણોને લઈને યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરતો પડતો હોવાનું તંત્રને જણાઈ આવતા તંત્ર દ્વારા આ પ્રકારના દુધિયા તળાવ કોરિડોર ને ફરતા તમામ દબાણો આજના દિવસમાં જ યુદ્ધના ધોરણે દૂર કરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે.જે અંતર્ગત મોડી સાંજ સુધીમાં એસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર આ દબાણ હટાવો કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને તમામ દબાણો નો આજના દિવસમાં જ દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું .અને દુધિયા તળાવ કોરિડોર પ્રવાસીઓ માટે ખુલ્લો કરવામાં આવનાર હોવાનું જણાવાઈ રહ્યું છે.










