હાલોલ-એમ.જી.એમ સ્કૂલ ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઇન્ડિયા બિગેસ્ટ સ્ટેમ ક્વિઝમા રાજ્યકક્ષાએ પહોચ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૧.૮.૨૦૨૩
એમ.જી.એમ સ્કૂલ હાલોલ ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શુભમ પ્રદિપસિંહ અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનીષા નાયડુ એ જિલ્લા સ્તરે યોજાયેલ ઇન્ડિયા બિગેસ્ટ સ્ટેમ ક્વિઝ માં ભાગ લીધો હતો.જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ (ગુજકોસ્ટ) ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા 2022-23 માં યોજાયો હતો.જેમાં આ બંને બાળ વૈજ્ઞાનિકોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા હત. આ સ્પર્ધામાં પણ શુભમસિંગ રાજપુત ને પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યો હતો.જેમાં તેને નવમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે આપણા માટે ગૌરવની બાબત છે. આ બે બાળ તારલાઓ એ એમ.જી.એમ સ્કૂલનું નામ રોશન કરેલ છે.સદર વિદ્યાર્થી શુભમ રાજપુત આવનારી 23/08/2023થી 25/8/2023 ગાંધીનગર ખાતે યોજાનાર NFSU બુટ કેમ્પમાં તેની ટીમ સાથે ભાગ લેવા જઈ રહ્યો છે.










