મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસ અગ્રણી વિરૂદ્ધ જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી
મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસ અગ્રણી વિરૂદ્ધ જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી
મોરબીમાં કોંગ્રેસ અગ્રણી એ પૂર્વ કાઉન્સિલર સાથે બોલાચાલી કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મોરબીના સબજેલ સામેના વિસ્તારમાં રહેતા ભાનુમતીબેન ઉર્ફે ભાનુબેન ચંદુભાઇ નગવાડીયા એ કોંગ્રેસ અગ્રણી રમેશભાઇ બધાભાઇ રબારી વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભાનુમતીબેન મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૧૩ ના પૂર્વ કાઉન્સિલર છે અને હાલ સમાજસેવક તરીકે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મોરબી નગરપાલિકાના ઝોન- ૧ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભૂદરભાઈ રૂડાભાઈ મકવાણા ને જૂની ચુંટણી ચુંટણીનો ખાર રાખી કોંગેસ અગ્રણી રમેશ રબારીએ ભાનુબેન અને ભૂદરભાઈને ગાળો આપી જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








