
MORBI:રફાળેશ્વર જીઆઇડીસીમાં રાત્રીના એલિટ સીરામીકમાં આગ લાગી
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં રાત્રીના એલિટ સીરામીકમાં આગ લાગી હોય જેની જાણ મોરબી ફાયરની ટીમને થતા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મળવ્યો હતી
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ જીઆઈડીસીમાં એલીટ સિરામિકમાં રાત્રીના આગ લાગી હોવાની માહિતી મળી હતી તો આગ લાગવાની જાણ મોરબી ફાયરની ટીમને થતા તુરંત દોડી જઈને પાણીનો મારી ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો તો સિરામિકમાં કામ કરતા શ્રમિકો ફટાકડા ફોડતા હોવાના કારણે આગ લાગી હોવાની માહિતી મોરબી ફાયરની ટીમ પાસેથી મળી હતી તેમજ આ ધટનામાં કોઈ જાનહાની પણ ના થઇ હોવાની માહિતી મળી છે
[wptube id="1252022"]