KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સમા પાસે દેવ છોટિયા મહારાજ મંદિરનો ૧૩ મા પાટોત્સવ ની ભવ્ય ઉજવણી.

તારીખ ૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સમા ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલ દેવ છોટિયા મહારાજ મંદિર ના ૧૩ માં પાટોત્સવ નિમિત્તે છેલ્લા ત્રણ દિવસથી સુંદરકાંડ, ભજન અને શતચંડી યજ્ઞ અને આનંદ નો ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે યજ્ઞ ની પૂર્ણાહુતિ સોમવારે સાંજે કરવામાં આવી હતી સોમવારે સાજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ છત્રીસ પરગણા રાજપૂત સમાજના પ્રમુખ અને કાલોલ તાલુકા પંચાયત સદસ્ય ઉપેન્દ્રસિંહ ચાવડા અને તેમના પત્ની અને પરીવાર જનો એ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ વિધી સંપન્ન થઈ હતી. યજ્ઞ ની પૂર્ણાહૂતિ માં ભકતજનો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button