GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

મોરબીની યુવતીને instagram ના માધ્યમથી દુષ્કર્મ હવસ ભૂખ્યા ઈરફાન સુમરા નામ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે નોંધાયો ગુનો

મોરબીની યુવતીને instagram ના માધ્યમથી દુષ્કર્મ હવસ ભૂખ્યા ઈરફાન સુમરા નામ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે નોંધાયો ગુનો

મોરબી: આજના આધુનિક યુગમાં સરકાર અને સરકારી બાબુ લોકોને જાગૃત કરવા અંતર્ગત વિવિધ શિબિર કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં સાયબર ક્રાઇમ સહિત કાનૂની માર્ગદર્શન આપવામાં આવતી હોય છે મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી મોરબી જિલ્લા પંથકમાં શાળા સ્કૂલ અને ગ્રામ્ય વિસ્તાર સહિતમાં મોબાઈલના માધ્યમથી facebook whatsapp instagram માં જાણી અજાણી વ્યક્તિ ના સંપર્કમાં આવી બેંકના ખાતા નંબર કે લેતીદેતીના વ્યવહાર કે અન્ય કોઈ વ્યવહારિક અંગે સજાગ રહેવા માટે જન જાગૃતિ અભિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે છતાં પણ ક્યાંક ક્યાંક જાગૃતતા નો અભાવ નો ભોગ લોકો બની રહ્યા છે જેમકે એન્ડ્રોઇડ મોબાઈલ માં instagram એપ્લિકેશન માં મોરબીની યુવતી માળીયા મીયાણા તાલુકાના નાના દહેસરા ગામના ઇરફાન સુમરા નામની વ્યક્તિના સંપર્કમાં આવી હતી તે સમય દરમિયાન યુવતી સાથે દુષ્કર્મ નો ભોગ બનાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર યુવતીએ આરોપી ઈરફાનઅલી સુમરા (ઉ.વ.૨૭) રહે નાના દહીંસરા તા. માળિયા વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે યુવતીના ૫ વર્ષ પૂર્વે છુટાછેડા થઇ ગયા હોય અને હાલ તે પોતાના ભાઈ સાથે મોરબી શહેરમાં રહેતી હતી જેમાં ગઈકાલે સાંજના સુમારે આરોપી ઈરફાનઅલી સુમરા બાઈકમાં આવ્યો હતો અને યુવતીના વિડીયો રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બાઈકમાં બેસાડી માળિયાના ગ્રામ્ય પંથકમાં આરોપીના મામાની વાડીએ લઇ ગયો
હતો

જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું અને બાદમાં છરીની અણી મારી તેમજ યુવતીને માર મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતી ત્યાંથી નીકળી નાના દહીંસરા ગામની રેલ્વે ફાટક પાસે પહોંચી હતી જ્યાં સિક્યુરીટી ગાર્ડનો મોબાઈલ મેળવી પરિવારને જાણ કરી હતી જેથી પરિવારના સભ્યો તેને મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા જ્યાં યુવતીને સારવાર આપવામાં આવી રહી છે તો એ ડીવીઝન પોલીસે વિધર્મી ઇસમ વિરુદ્ધ દુષ્કર્મ, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

[wptube id="1252022"]
Back to top button