
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં રંભાસ જામલાપાડા નજીક ટામેટાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.એમ.એચ.02.એફ.જી.8041 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજયધોરીમાર્ગનાં રંભાસ જામલાપાડા નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં ધડાકાભેર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે…
[wptube id="1252022"]





