વવાણીયા ગામે ઇદના દિવસે પ્રેમ પ્રકરણમાં ફાયરિંગની ઘટના બની, 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

માળિયા મિયાણાના વવાણીયા ગામમાં ઇદના દિવસે પ્રેમ પ્રકરણમાં ફાયરીગની ઘટના બની હતી. જેમાં પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી ફાયરિગ કરી ભય બતાવ્યો હતો, પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણાના વાધારવા ગામે રસુલ અભ્રાભાઈ ધોના અને તેનો કાકનો દીકરો હફીસ ધોના બને સગાને ત્યાં ઈદ મનાવા માટે ગયા હતા અને ત્યાંથી બાઈક લઈને પરત ફરતા હતા. તે સમયે તેના જ ગામમાં રેહતો અલ્તાફ અબ્રાભાઈ કચા બાઈક લઈને પાછળ આવતો હતો. જેમાં બંને બાઈક અથડાતા જેથી બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બધા ઘરે જતા રહ્યા હતા અને બપોરના સમયે આરોપી અલ્તાફ તેના બેનવી સદામ (રહે.સુરજબારી પુલ) તેમજ ૩ અજાણ્યા શખ્સો ફરીયાદીના ઘર નજીક પહોંચ્યા હતા. જેમાં સદામના હાથમાં પિસ્તોલ અને અન્ય ચાર શખ્સોએ પાસે ધોકા જેવા હથિયાર હતા. ફરીયાદી માતા રહીમાબને પર ફાયરિગ કર્યું. જેમાં રહીમાબને નીચે બેસી જતા તે બચી ગયા હતા. તમને જીવતા નહીં છોડવાની ધમકી આરોપીઓ ત્યાંથી નીકળી તેના કાકા ઈશાભાઈ ઘરે પહોંચી ત્યાં ઘરના સભ્યોને ધમકી આપી હતી અને તારા દીકરા ઇકબાલને સમજાવી દે જે મારી સાળી સાથે વાત ના કરે નહીં તો મારી નાખીશું તેવી ધમકી આપી ત્યાંથી બધા કાર લઈને ભાગી ગયા હતા. જે બાબતે માળિયા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જે અંગેની વધુ મળતી વિગત મુજબ ફરિયાદીના ભાઈ કૌટુંબીક ભાઈ ઇકબાલને તેના જ ગામમાં રેહતી યુવતી સાથે પ્રેમ સંબધ હોય જેના માટે સગાઈની વાત પણ કરી હતી, પણ સામેવાળા પરિવાર આ સગાઈ મંજુર ના હતી. પણ ઇકબાલ અને યુવતી ફોન પર વાત કરતા હોવાની જેનો ખાર રાખી આ હુમલો થયાનું જાણવા મળ્યું છે.તે અંગેની તપાસ કરતા માળીયાના psi મયુર સોનારા પાસેથી મળતી વિગત મુજબ આરોપીઓ બે રાઉન્ડ ફાયરિંગ કર્યો છે અને આરોપીને ઝડપવા પોલીસે જુદી જુદી ટીમો બનાવની કાર્યવાહી હાથ ધરી છે.









