
વિજાપુર ધી ફોરવર્ડ સ્કુલના વિધાર્થીઓએ પતંગ દોરીના ગુચ્છા ભેગા કરી નાશ કર્યો
શાળાના બાળકો શીખ્યા જીવદયા ના પાઠ
ચાઇના પતંગ દોરીના ગુચ્છાઓ વધુ મળ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે ભણતા શાળાના બાળકોએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રોડ ઉપર ધાબા ઉપર પતંગ દોરીના ગુચ્છા ચાઈના દોરીના ગુચ્છા ભેગા કરી શાળામાં લાવીને તેનો નાશ કર્યો હતો જોકે બાળકો એ ભેગા કરેલા ગુચ્છા ઓમાં ચાઈના દોરીના ગુચ્છા ઓ વધુ નીકળી હતી અને તેને બાળી કુટીને તેનો નાશ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ચાઈના દોરીના લઈને સમગ્ર તંત્ર સક્રીય બન્યુ હતું તેમ છતાં ચાઈના દોરીના ગુચ્છા રોડ ઉપર વધુ જોવા મળ્યા હતા જે ચાઈના દોરીના ગુચ્છા બાળકોએ ભેગા કરી તેનો નાશ કરી જીવદયા ના પાઠ ભણ્યા હતા આ શાળાના શિક્ષક આચાર્ય અમરતભાઈ પટેલે જણાવ્યું હતુંકે બાળકો એ જુદીજુદી જગ્યાએ તેમજ રોડ ઉપર પડી રહેલી ચાઈના દોરી પતંગ દોરીના ગુચ્છા ભેગા કર્યા હતા જેનો આશરે દશ કિલો જેટલો વજન પતંગ દોરીના ગુચ્છા ભેગા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો બાળકો ની જીવદયા પ્રેમ ને કારણે સખ્ત મહેનત કરી દોરીના ગુચ્છા ભેગા કર્યા તે માટે અભિનંદન ના પાત્ર છે





