
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે શિરડીથી ભાવનગર એસ.ટી.બસ માં નશાની હાલતમાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો.જેને લઇને એસ.ટી.બસના ડ્રાઈવર અને કંડકટરે વઘઈ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સાપુતારા તરફથી આવતી ગુજરાત એસ.ટી. નિગમની શિરડી ભાવનગર બસમાં એક મહીલા કેફી પીણુ પી નશો કરી બસમાં હોબાળો મચાવી રહી હતી.જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ત્યારે વઘઇ પોલીસ સ્ટાફના માણસો વઘઈ બસ સ્ટોપ પર પહોંચ્યા હતા.તે વખતે ગુજરાત એસ.ટી.નિગમની શિરડી ભાવનગર બસ રજી.નં. GJ – 18- Z- 8975 જે વઘઇ બસ સ્ટોપ ઉપર આવતા પોલીસે આખી બસ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવી પડી હતી.અને કેફી પીણાનો નશો કરેલ પુજાબેન સંજય ગોયાણી ( ઉ.વ. ૨૨ રહે. સુરત તા.જી. સુરત)ની અટક કરી હતી. વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
[wptube id="1252022"]





