
MORBI:મોરબીના દાદાશ્રીનગર ગામના મકાનમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો

ગત તા. ૧૪-૧૦ ના રોજ દાદાશ્રીનગર ગામે રહેતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામી પરિવાર સસ્થે બહારગામ ગયા હોય અને મકાન બંધ હોય જે બંધ મકાનમાંથી અજાણ્યો ઇસમ સોનાના દાગીના અને રોકડ સહીત ૨.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ચોરીની ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી નિર્મલપૂરી કરશનપૂરી ગોસ્વામી (ઉ.વ.૩૩) રહે દેલમાલ તા. ચાણસ્મા પાટણ વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી ચોરી થયેલ સોનાની વીંટી ૪ નંગ, સોનાની ઝુમર બુટ્ટી નંગ ૦૨, સોનાની બુટી નંગ ૦૪, સોનાનું લોકેટ નંગ ૦૧ મળીને કુલ રૂ ૧,૨૨,૫૦૦ અને રોકડા રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૨,૨૨,૫૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]








