GUJARATMORBITANKARA

હસ્તકલા સેતુ યોજના અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઓટાળા મુકામે કેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હસ્તકલા સેતુ યોજના અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઓટાળા મુકામે કેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હસ્તકલા સેતુ યોજના મેરા‌ આર્ટીઝન કાર્ડ ધરાવતા કારીગરો માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા હસ્તકલા સેતુ યોજના પ્રોજેક્ટ અંતર્ગત ક્રેડિટ કેમ્પ (લોન મેળા) નું આયોજન ઓગસ્ટ ૨૦૨૩ મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાના ઓટાળા ગામ ખાતે કરાયું હતું, જેમાં ઓટાળા ગામના ૩૦ આર્ટીઝન હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં કુટીર અને ગ્રામઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના, દંતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામ ઉદ્યોગ યોજના જેવી સ્વરોજગારીની યોજનાકીય માહિતી તથા કુટીર ઉદ્યોગનાં કારીગરો ને વિવિધ યોજનાકીય માર્ગદર્શન, સબસિડી વિશેના લાભોની માહિતી નિઃશુલ્ક આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ ત્યારબાદ હસ્તકલા સેતુ યોજના તરફથી BPO ચંદ્રેશ રાઠોડ તેમજ CL જયકુમાર જોષી હાજર રહ્યા હતાં. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી સિનિયર ક્લાર્ક નિલેશ રાઠોડ સાહેબ અને પ્રિયા બેન હાજર રહ્યા હતાં. DPG ચંદ્રેશ રાઠોડ સાહેબ દ્વરા આર્ટિઝન કાર્ડનાં ફાયદા તેમજ ઉપયોગીતા, ઉદ્યમ આધાર તેમજ ndext-C અને અન્ય મેળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાજર રહેલ તમામ આર્ટીઝનોનાં લોગીન આઈ ડી બનાવી આપવામાં આવ્યા હતા. સાથો સાથ પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button