
MORBI:ખેડૂતો જોજો: તસ્કરો સિંચાઈ માટે લગાવેલી પાણીની મોટર ચોરી ગયા
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં કેનાલમાં ખેડૂત દ્વારા સિંચાઈ માટે લગાવેલી પાણીની મોટરની કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથક નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી માળીયા નેશનલ હાઇવેથી પાવડીયારી કેનાલ તરફ જતા આર.સી.સી. કેનાલના રસ્તે નવા સાદુળકા ગામની સીમમાં આવેલ કેનાલમાં સિંચાઈ માટે લગાવેલી એક્વાટેક્ષ ઓપનવેલ કંપનીની સાડા સાત હોર્ષ પાવરની પાણીની મોટર કોઈ તસ્કર દ્વારા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મૂળ ભરતનગર ગામના હાલ મોરબી શનાળા રોડ ઉપર કૈલાસ સોસાયટીમાં રહેતા કાંતિલાલ ડાયાભાઇ માકાસણા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]