MORBi:મોરબીના ઉમા ટાઉનશીપમાં 3 દિવસીય ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું

MORBi:મોરબીના ઉમા ટાઉનશીપમાં 3 દિવસીય ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું
ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII)અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા)ના સપોર્ટથી મોરબી જિલ્લાના ઉમા ટાઉનશીપ માંસ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટગ્રામીણસાહસિકતાઇકોસિસ્ટમનેમજબૂતકરવામાટેએકસંકલિતમોડલઅમલ કરવા ત્રણ દિવસીય EDTP ( ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ) નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન EDIIના સ્ટાફ દ્વારા ઉઘોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી સાથે – સાથે સફળ ઉઘોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતિ આપવામાં આવી હતી, માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉઘોગસાહસિકબનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશેરીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉધોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા.
આ EDTP ( ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ) માં ઉમા ટાઉનશીપના 30 કારીગર બહેનો જોડાયા હતા, આ તાલીમ દરમિયાન EDII,NULMRSETI,DRDA અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થા -મોરબી માંથી આવેલ ફેકલ્ટીએ હાજરી આપી કારીગર બહેનોને માહિતગાર કર્યા હતા.