શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં ધો.10/12 નો શુભેચ્છા સમારોહ અને માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

5 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સમૌમોટા કેળવણી મંડળ સંચાલિત શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌમોટા ,તાલુકો -ડીસા ,જિલ્લો -બનાસકાંઠા ખાતે ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના દર્શન સ્વરૂપ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું કરવામાં આવ્યું. જેમાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ,મંત્રીશ્રી આચાર્યશ્રી ,શાળા સ્ટાફગણ , સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા . વિદાય આપનાર ધો- 9 અને ધો-11 ના તથા વિદાય લેનાર ધોરણ- 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ હૃદય સ્પર્શી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા . શાળાના પ્રધાન આચાર્ય શ્રી નટુભાઈ જોશીએ, તથા ટ્રસ્ટીગણમાંથી અમરતભાઈ દવે તથા પી વી. રાજગોરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આશીર્વચન આપ્યા હતા. પરીક્ષામાં જ્વલંત સિધ્ધિ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.મોટી સંખ્યા માં વાલીઓને તેમના પુત્ર- પુત્રીઓ દ્વારા શાળા માં પૂજન કરવામાં આવ્યું હતું .ગતવર્ષ ના ધોરણ 10 તથા 12 માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર તથા બહેનો માં ધોરણ -10 તથા ધોરણ- 12 માં આવનાર બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ના અંતે વિદાય ગીત ની સાથે વિદ્યાર્થીઓ નું માં મીઠું કરવી વિદાય આપી હતી.સાથે સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ,વાલીઓ,મહેમાનો અને શાળા પરિવારે સામુહિક નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે સહયોગ કર્યો હતો.