WAKANER:વાંકાનેર તાલુકામાં 90 થી 92 ગ્રામ પંચાયતો 100 થી 105 જેટલા ગ્રામ્ય વિસ્તારો ના મોટાભાગના માર્ગો ભાંગીને ભુક્કા થઈ ગયા!

વાંકાનેર તાલુકામાં 90 થી 92 ગ્રામ પંચાયતો 100 થી 105 જેટલા ગ્રામ્ય વિસ્તારો ના મોટાભાગના માર્ગો ભાંગીને ભુક્કા થઈ ગયા!

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામ્ય વિસ્તારમાં ફરી રહી તે જે લોકસભા 2024 નો પ્રચાર પ્રસાર થઈ રહ્યો ! ?”
ઓતમધામેચા વાંકાનેર:
હાલ ગુજરાતમાં મોટાભાગે કોરોના બાદ જીએસટી નોટબંધી મા મંદી મોંઘવારી ની ઝપટમાં મોટાભાગના નાના-મોટા ધંધા રોજગાર વિકાસની દિશામાં તે જ રફતારથી ડેવલપ થઈ શકે તેવી સિચ્યુએશન હાલના તપકે ના હોય તેમ મોટાભાગના મોટા ઉદ્યોગપતિ થી લઈ બજારના નાના-મોટા વેપારીઓમાં ચર્ચા ચર્ચા ના ચકડોળે ચઢી છે ત્યારે મોરબી જિલ્લાના માં આવેલા વાંકાનેર પંથકમાં આશરે 100 થી 105 જેટલા ના મોટા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અંદાજે 90 થી 95 જેટલી ગ્રામ પંચાયતો હોવા છતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગાડા ધારી માર્ગ જેવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગ્રામજનો અનુભવી રહ્યા છે ત્યારે જેટલા મોટા એટલી વાતોની ચર્ચા તી ચર્ચા એવી પણ ચાલી છે કે લોકસભા 2024 ની ચૂંટણી હોય નો પ્રચાર કરવા ભાજપના નેતાઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ લઈ ગામડે ગામડે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો વિરોધ કરે તો કોનો કરે? સત્તા પાસે શાણપણ કોનું ચાલે? તે એક ચિંતક પ્રશ્ન લોકશાહીમાં નેતાઓની તાનાશાહી ના સ્વરૂપે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો મનોમંથન મહેસુસ કરી રહ્યા છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલ બત્તી સમાન છે નોંધનીય છે કે આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો છે ત્યારે કેસરિયા ના નેતાઓએ ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથની જગ્યાએ ખરા અર્થે પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઈએ જેના જય ગણેશ મુખ્ય માર્ગો થી શરૂઆત કરવી જોઈએ








