
મોરબીના ઉમિયા સર્કલ પાસે ફ્લેટમાં જુગાર રમતા 8 પત્તા પ્રેમીઓ ઝડપાયા

મોરબી ઉમિયા સર્કલ પાસે સંકેત ઈન્ડિયા શો રૂમ પાછળ આરોપી હીરેનભાઈ હરીભાઇ નંદાસણાના કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો હીરેનભાઇ હરીભાઇ નંદાસણા ઉ.વ. ૩૩ રહે. મોરબી ઉમીયા સર્કલ પાસે સંકેત ઇન્ડીયા શો રૂમ પાછળ પવન હાઇટ ફલેટ નં-૩૦૨ મુળ રામપર તા.જી.જામનગર, પલકભાઇ ભગવાનજીભાઇ કનેરીયા ઉ.વ. ૩૩ રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ ઉમીયા નગર કિશાન પેલેસ ફલેટ નં-૩૦૩ મોરબી, ભરતભાઇ સવજીભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૮ રહે. મોરબી રવાપર ચોકડી દર્પણ સોસાયટી સત્યમ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૧ મુળ ગામ મોટા રામપર તા.પડધરી જી.રાજકોટ, મેહુલભાઇ છબીલભાઇ વડસોલા ઉ.વ. ૩૧ રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કુલની પાછળ બાલાજી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ રંગપર (બેલા) તા.જી.મોરબી, વિપુલભાઇ લાલજીભાઇ પટેલ ઉ.વ. ૩૮ રહે. મોરબી મોટી કેનાલના છેડે સરદારનગર-૦૧ સોસાયટી ચાણ્કય એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧, મહેશભાઇ વશરામભાઇ રૈયાણી ઉ.વ. ૪૧ રહે. મોરબી રવાપર રોડ, ઉમીયા ચોક શાસ્ત્રીનગર ગંજાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી.મોરબી, સંજુભાઇ સુંદરજીભાઇ રૈયાણી ઉ.વ. ૩૩ રહે. મોરબી રવાપર રોડ, વિશ્ર્વકર્મા સોસાયટી સ્નેહ રેસીડેન્સી ફલેટ નં-૬૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી. મોરબી, ભગીરથભાઇ પ્રવિણભાઇ આદ્રોજા ઉ.વ. ૩૮ રહે. મોરબી રવાપર રોડ, લીલાલહેર પાસે દર્પણ સોસાયટી-૦૧ મુળ ગામ ભડીયાદ તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨,૧૨,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી એલ.સી.બી. પોલીસે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





