MORBI:મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરમાં ગળાફસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો

મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરમાં ગળાફસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો
મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલ શિવ પોલીપેક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો શિવકુમાર રામભવન વર્મા (૨૯) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર થઈને પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની નીલમભાઈ વશરામભાઈ લીસોડિયા જાતે પટેલ (૪૨) રહે, રવાપર રોડ પંચવટી સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે








