MORBIMORBI CITY / TALUKO

મોરબી:ઓફિસમાં બેસી જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી:ઓફિસમાં બેસી જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠે મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ ઓફિસમાં મુકેશ જેરામ રાંકજા બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં ઓફિસમાં જુગાર રમતા આરોપી મુકેશ જેરામ રાંકજા રહે મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી, રમેશભાઈ મોહનભાઈ માલકીયા રહે ગારીયા તા. વાંકાનેર, હસમુખભાઈ બાબુભાઈ ઘૂમલીયા રહે મોરબી પંચાસર રોડ ઋષભપાર્ક સોસાયટી અને હર્ષદભાઈ ગોરધનભાઈ થડોદા રહે મોરબી મહેન્દ્રનગર એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૨,૦૦૦ જપ્ત કરી છે

તો રેડ દરમિયાન આરોપી મહેશભાઈ પટેલ રહે મોરબી પંચાસર રોડ વાળો નાસી ગયો હોય જેની વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button