
મોરબી ઘુંટુ ગામે જુગાર રમતા ૩ ઇસમો ઝડપાયા
મોરબીના ઘુંટુ ગામે રહેતા આરોપી કેતનભાઈ રતિલાલભાઈ સોરીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા મકાનમાં જુગાર રમી રહેલા આરોપી કેતનભાઇ રતીલાલભાઇ સોરીયા, ભાવેશભાઇ ભગવાનભાઇ સાણંદીયા અને દિનેશભાઇ ગંગારામભાઇ સનારીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા.

પોલીસે દરોડા દરમિયાન 19,800 રોકડા, પાંચ મોબાઈલ કિંમત રૂપિયા 35 હજાર તેમજ ટાટા કંપનીની હેરજા ગાડી નંબર- GJ-36-F-9471 કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ 3,54,800નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
[wptube id="1252022"]








