GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ 10 અને 12નો વિદાય સહ શુભેચ્છા સમારોહ

MORBI:મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ 10 અને 12નો વિદાય સહ શુભેચ્છા સમારોહ

પળમાં મિલન તો પળમાં જુદાઈ છે,
વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.
પ્રકૃતિનો નિયમ છે કે સુરજ ઉગે છે, અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે. ફૂલ ઉગે છે કરમાવા માટે કારણ કે, ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફૂલ ખીલશે. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.
આજ રોજ તારીખ:02.03.2024ના મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ધોરણ 10 અને 12 નો વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ ગુરૂજનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો દોર આગળ વધ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રતિભાવો અને વિદાય ગીત, સ્વ રચિત કવિતા શાયરી, જોક્સ અને મિમીક્રી તથા કોમેડી ડ્રામા ડાન્સ જેવા વિવિધ કૃતિ થકી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધો…શાળા પરિવારવતી તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી હાસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી. આજ પહેલીવાર 12 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને સન્માનિત કરવામાં આવેલ.અંતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને મોમેન્ટ અપર્ણ કરવામાં આવેલ હતો.આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ 9 અને 11ની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ વ્યવસ્થા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી હતી. અંતે શાળાના હાલના આચાર્ય શ્રીમતિ ડી.એસ.ગરાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે ભાવભરી વિદાય આપી. શાળાના શિક્ષકશ્રી પુનિતભાઈ મેરજાએ આભારવિધિ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. અંતે બધાએ સાથે મળી અલ્પાહાર કર્યો હતો.
” પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સહ ”

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button