BANASKANTHAPALANPUR

દાંતા તાલુકામાં માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરીથી ધબકતુ થયુ, ખેડુત ને ઘંઉ નાં ભાવ પોષણક્ષમ ન મળતાં પોતાનો માલ પરત ઘરે લઇ જવા મજબુર બન્યાં

3 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકામાં માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરીથી ધબકતુ થયુ છે. એક તરફ કમૌસમી વરસાદ અને વાવાઝોડા ની આગાહી ને બીજી તરફ માર્ચ એડીંગ નાં કારણે દાંતા એ.પી.એમ.સી છ દિવસ બંધ રખાયુ હતુ. ને આજ ફરી ધબકતુ થતાં ખેડુતો પોતાનું માલ વહેંચવા માર્કેટયાર્ડમાં જતાં જોવા મળ્યા હતા, ને ખેડુતો નો આવરો મોડા શરૂ થતાં હરાજી પણ મોડી શરૂ કરાઇ હતી. જોકે હાલ તબક્કે પડેલાં કમૌસમી વરસાદ નાં કારણે ખેડુતો ને મોટી અસર થઇ છે ને જે પ્રમાણે માર્કેટયાર્ડમાં માલ આવવો જોઇએ તેટલો પહોંચ્યો નથી. જોકે આજે બપોર સુધી દાંતા ખેતીવાડી ઉત્તપન બજાર સમીતી માં 70 થી 80 બોરી ઘંઉ ની આવક થઇ હતી જ્યારે વરીયાળી અને એરંડા ની માત્ર 5 થી 7 બોરીઓ નીજ આવક જોવા મળી હતી. એ.પી.એમ.સી નાં ચેરમેન શિવસીંહ સોલંકી નાં જણાવ્યાં અનુસાર સતત કમૌસમી વરસાદ નાં કારણે ખેડુતો નો કાપેલો પાક પલળી જતાં ખેડુતો પર માઠી અસર થઇ છે. ને તૈયાર માલ બગડી જવાં ના કારણે અગાઉ નાં સમય કરતાં અનાજ ની આવક ઓછી જોવા મળી રહી છે, મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર જ્યારે કેટલાંક ખેડુતો પોતાના માલ નો પુરતો ભાવ મળશે કે નહી તેની ચિંતા માં બેઠેલા જોવા મળ્યા હતા તો કોટલાક ખેડુત ને ઘંઉ નાં ભાવ પોષણક્ષમ ન મળતાં પોતાનો માલ પરત ઘરે લઇ જવા મજબુર બન્યાં હતા, અને પાક ને અમે પલાળ્યો નથી, કમૌસમી વરસાદ નાં કારણે માલ ભીંજાયો હોય તો અમારો શું વાંક….  

[wptube id="1252022"]
Back to top button