
તા.૨૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને ૧૦૦ જેટલા લોકોની બેઠક યોજાઈ
જસદણ તાલુકામાં ૨૨મી ઓગસ્ટે મામલતદારશ્રી એસ. જે. અસવારની અધ્યક્ષતામાં ફોર્ટિફાઈડ ચોખા અને મીઠાના ઉપયોગ અને જાળવણી અંગે મધ્યાહન ભોજનના સ્ટાફ તથા સંચાલકોની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સૌને પોષણમાં ચોખા અને મીઠાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પી.એમ.પોષણના નાયબ મામલતદારશ્રી એચ.કે.ચાવડા અને નાયબ મામલતદારશ્રી એમ.કે.પરમાર તથા મધ્યાહન ભોજન સ્ટાફ અને જસદણ તાલુકાના ૧૦૦ જેટલા સંચાલકો હાજર રહ્યા હતા. જેમાં મધ્યાન ભોજન કેન્દ્રોને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યાર બાદ જૂન માસથી મધ્યાહન ભોજન કેન્દ્રો પર સરકાર દ્વારા શાળાના બાળકોને આપવામાં આવતા ભોજનમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠા અંગેની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. હાલ સમાજમાં ચોખા અને મીઠા અંગે ફેલાયેલી ગેરસમજો જેમ કે, પ્લાસ્ટીકના ચોખા, કાંકરીવાળું મીઠુ વગેરેને દૂર કરાઈ હતી. રાજકોટના કો-ઓર્ડિનેટર શ્રી વિપુલભાઈ ઠાકરે ફોર્ટિફાઈડ ચોખાનો સંગ્રહ અને તેને રાંધવાની પદ્ધતિ સમજાવતા કહ્યું હતું કે, ચોખા ફોલીક એસીડ, વિટામીન બી–૧૨ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડબલ ફોર્ટિફાઈડ મીઠું આયર્ન તથા આયોડિનયુકતથી ભરપૂર છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં દેખાતા કાળા કણોએ આયર્ન છે. જે આપણા શરીરમાં એમોનીયા જેવી અન્ય બીમારીથી બચાવે છે.