હળવદમાં ડિસ્કો તેલ અને કંપનીના તેલના ભાવમાં જમીન આસમાનનો ફર્ક: તંત્ર નિંદ્રાધીન

હળવદમાં ડિસ્કો તેલ અને કંપનીના તેલના ભાવમાં જમીન આસમાનનો ફર્ક: તંત્ર નિંદ્રાધીન વિશાલ જયસ્વાલ હળવદ

નવરાત્રી અને દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે લોકો ધૂમ ખરીદી કરતા હોય છે. પરંતુ આવા સમયે કેટલાક લેભાગુ તત્વો હલકી ગુણવત્તાનું શરીરને નુકસાનકારક તેલ વેચતા હોય છે. નફો વધારે કમાવા માટે ભેળસેળ કરી વેચાણ કરતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ હળવદમાં ડિસ્કો તેલના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. તેમ છતાં પણ તંત્ર નિંદ્રાદિન જોવા મળી રહ્યું છે. મોરબી ફૂડ એન્ડ સેફટી વિભાગ હજુ સુધી ક્યાંય ચિત્રમાં આવ્યું નથી. જોકે તંત્ર માત્ર દિવાળીમાં જ પોતાના હપ્તા લેવા આવતું હોવાની લોકચર્ચાઓ જાગી છે. મહત્વનું છે કે એક જાગૃત નાગરિક દ્વારા અલગ અલગ બે કંપનીના સોયાબીન તેલના ડબ્બાની ખરીદી કરી હતી. પરંતુ એકની કિંમત 1700 આસપાસ હતી જ્યારે બીજી કંપનીના તેલના ડબ્બાની કિંમત 1400 આસપાસ હતી. ત્યારે ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં આટલો મોટો ફર્ક હોવાથી શંકાઓ ઉદભવી છે. જેના પરથી સ્પષ્ટ કહી શકાય કે ભેળસેળ કેટલા પ્રકારની થતી હશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર જાગશે કે પછી લોકોના જીવ સાથે ચેડા કરતા વેપારીઓને ખુલ્લો દોર મળશે એતો આવનારો સમય જ બતાવશે.








