GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બીજા તબક્કામાં ૩૨૦૦ શિક્ષકોને સી.પી.આર. ની તાલીમ  

તા.૧૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિદ્યાર્થીઓમાં હૃદય રોગનો હુમલો આવે તો શિક્ષક બનશે જીવન રક્ષક

Rajkot: રાજ્યમાં નાની વયે વધી રહેલા હૃદયરોગના હુમલા સમયે તબીબી સારવાર મળે તે પહેલા અસરગ્રસ્તને મદદરૂપ બનવા અને તેનો અમૂલ્ય જીવ બચાવી શકાય તે અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૭ મી ડિસેમ્બરે બીજા તબક્કામાં પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો માટે સી.પી. આર.ની તાલીમનું આયોજન હાથ ધરાયુ હતું. જેમાં ૩૨૦૦ જેટલા શિક્ષકોને સી.પી.આર. ની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ અંતર્ગત સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો. ભારતીબેન પટેલ તેમજ તબીબોની ઉપસ્થિતિમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ આવેલા ઓડિટોરીયમ ખાતે શિક્ષકોને તબીબી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં તેમજ માર્ગદર્શન પૂરું પડાયું હતું.

[wptube id="1252022"]
Back to top button