MORBIMORBI CITY / TALUKO

મોરબી ના લક્ષ્મીનગર ગામે જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

મોરબી ના લક્ષ્મીનગર ગામે જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

મોરબી એલ.સી.બી. પોલીસ ના પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, નાથાભાઇ ભુરાભાઇ પટેલ રહે.લક્ષ્મીનગર, રામજીમંદિર પાસે તા.જી.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે બાતમીના આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા રહે. લક્ષ્મીનગર રામજીમંદિર પાસે તા.જી.મોરબી, વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર રહે. લક્ષ્મીનગર પારૂલ દવાખાના વાળી શેરી તા.જી.મોરબી, હરજીભાઇ હિરજીભાઇ પટેલ રહે.ઘુંટુ હરિનગર સોસાયટી તા.જી.મોરબી, મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા રહે.લક્ષ્મીનગર રોટરીનગર તા.જી.મોરબી, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે.ભરતનગર ઝાંપાપાસે તા.જી.મોરબી, વિપુલભાઇ પુનાભાઇ પરમાર રહે.લક્ષ્મીનગર અનુ.જાતિવાસ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button