BANASKANTHAPALANPUR

ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની 25 મી ભવ્ય રથયાત્રા હષોઉલ્લાસ સાથે નીકળી

20 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા ખાતે રામજી મંદિરથી રથયાત્રા નું પ્રસ્થાન થયું યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ,ડીસા ના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત કોંગ્રેસ ના ડીસા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ વર્તમાન માં (ભાજપ )ની  સાથે રહેેેલા તેેેમજ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી સાથે રાજકીય અને સેવાભાવી સંગઠનો જોડાયાં.રામજી મંદિરથી રીસાલા બજાર એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ સહિત અંબિકા ચોક બગીચા સર્કલ ફુવારા સર્કલ સહિત રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ફરી..બ્રહ્મા કુમારી ડીસા સેવા કેન્દ્ર દ્વારા સજાવેલ ઝંખીએ આકર્ષણ જમાવ્યું હતું..હિન્દુ સંગઠનો સહિત અખાડા સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાના ભૂલકાઓ સહિત અનેક ઝાંખીઓ રજુ કરવામાં આવી.ભગવાન જગન્નાથના રથ યાત્રમાં લાખો દર્શનાર્થીઓ એ દશર્ન કરી ધન્યતા અનુભવી ડીસા શહેર પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો…જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિત ડીસા ડીવાયએસપી ડો કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.આ અંગે વિનોદ બાંડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button