
મોરબી જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબીમાં જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં રહેતા મનીષભાઈ લલીતભાઈ કોટક (ઉ.વ.૪૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળી જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કુલ કિં રૂ.૧૭૫૦ નો મુદ્દામાલ મળી આવતા રેઇડ દરમ્યાન આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટક રહે. જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ વિશાલભાઈ દિલીપભાઈ દવે રહે. માધાપર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]