
*જવલંત સિધ્ધી બદલ ધોરણ – 12 નાં તમામ વિધાર્થીઓને શાળા સ્ટાફ પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છાઓ*
ધોરણ – 12 નું સૌથી શ્રેષ્ઠ પરિણામ ધરાવતી એકમાત્ર શાળા એટલે શ્રી ગ્રામ પંચાયત કચેરી – અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિધાલય.
સ્વામી વિવેકાનંદ વિધાલય – અજાબ નું ધોરણ – 12 નું રેકોર્ડ બ્રેક 97.22 % પરિણામ. કુલ વિધાર્થીઓમાંથી માત્ર એક જ વિધાર્થીને NEED IMPROVEMENT હોય એ સિવાયનાં તમામ વિધાર્થીઓ ખુબ સારી PERCENTILE RANK સાથે ઉત્તિર્ણ થયેલ છે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન શાળાનાં માનનીય આચાર્ય સાહેબશ્રી એન. એન. જમરીયા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફ દ્વારા કરાવવામાં આવતું શૈક્ષણિક કાર્ય તેમજ આપ સહુની પણ સખત મહેનત આવાં પ્રકારનાં ઉતમ પરિણામ માટે જવાબદાર છે. શાળા સ્ટાફ પરિવાર તેમજ આપ સહું વિધાર્થીઓ પણ આવાં એક અકલ્પનીય અદ્ભૂત પરિણામ માટેનાં હકદાર છીએ. ફરી એક વાર આપ સહુને ખુબ ખુબ શુભેચ્છાઓ. જીવનમાં ઉતરોત્તર પ્રગતિનાં શિખરો સર કરો તેવી શાળા સ્ટાફ પરિવાર વતી ખુબ ખુબ શુભકામનાઓ..
*અનિરૂધસિંહ બાબરીયા*










