
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે વાંકાનેરમાં 73 કિલોનો શુદ્ધ ઘી ના લડડું નો પ્રસાદ વિતરણ કરાયો!!!

સમગ્ર દેશભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજરોજ તારીખ 17 9 2023 ના રોજ 73 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ અને દેશ ચિંતક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં ટહુકે કિલોનો ચોખ્ખા ઘી નો શુદ્ધ લડડું માં સરસ્વતીના ના ચરણમાં અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તંદુરસ્ત સાથે લાંબુ આયુષ્યમાન જીવન જીવી દેશની સેવાકીય પ્રવૃતિમાં કાયમ માટે રહે તેવી પૂજાપાઠ પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાહકો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બપોરે 12:00 કલાકે ગર્લ્સ હાઇસ્કુલ વાંકાનેર ખાતે 73 માં જન્મદિવસ નિમિત્તે 73 કિલોનો લડડું વિતરણ કરી અનોખી જન્મદિવસની ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કરવામાં આવી હતી જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત કાર્યકરો નગરપાલિકાના કર્મચારીઓ પૂર્વ પાલિકા સભ્યો સહિત સમગ્ર મોદી ભક્તો તસવીરમાં દ્રશ્યમાન થાય છે









