MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા- વિરપર બંઘ કારખાનામાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ વીરપર ગામની સીમમાં બંધ કારખાનામાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એલસીબી ટીમે બે આરોપીને ઝડપી લીધા છે તો અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં આવેલ સમય કલોકના બંધ કારખાનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખતા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં બંધ કારખાનામાંથી એલસીબી ટીમને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૯૬ કીમત રૂ ૩૬,૦૦૦ અને બીયર ટીન ૧૪૪ કીમત રૂ ૧૪,૪૦૦ મળીને કુલ ૫૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી નિકુંજ પટેલ અને મહેન્દ્ર આદિવાસી એમ બે આરોપીને ઝડપી લીધા હતા તો અન્ય આરોપી પોપટ ભરવાડનું નામ ખુલતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

[wptube id="1252022"]
Back to top button