TANKARA:ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી હર્ષવર્ધનસિંહ દિલીપસિંહ જાડેજા જેઓ ની નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી સાથે બદલી જામનગર ખાતે થતા તેઓ નો વિદાય સમારંભ ના કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું.
જેમાં ટંકારા મામલતદારશ્રી સખિયાસાહેબ, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ યુ.એ.માંડવીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.ડી.ચાવડા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જારિયા સાહેબ, બી.આર.સી. કોર્ડીનેટરશ્રી કલ્પેશભાઈ ફેફર, પશુપાલન અધિકારીશ્રી ભોરણીયાસાહેબ આસી.તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.કે.મોરવાડીયા ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સી.બી.સેજપાલ,સરપંચ એસોસિઅનના પ્રમુખ મહેશભાઈ લીખિયા જિલ્લા પંચાયત સદસ્ય અશેક ભાઈ ચાવડા,તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અદરપા સંગઠનના કાર્યકરશ્રીઓ, તેમજ તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ, તેમજ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીઓ, આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે તાલુકા ના તમામ સ્ટાફ તેમજ પદાધિકારીઓ એ તેમને સન્માનિત કરી માન ભેર વિદાય આપી હતી.