મારી દરેક સફળતાનું શ્રેય જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલને અર્પણ :- સીમા ભગત

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમા ભગતે ૨૫-મે વિશ્વના સૌથી ઉંચા હિમાલય પર્વતમાળામાં ૭૯૨૫ મીટરની ઊંચાઇ પરના એવરેસ્ટ બેઝકેમ્પ અવરોહણ કરીને ગુજરાતના ટ્રેકિંગ ઇતિહાસની અભુતપુર્વ ક્ષણનો કીર્તિમાન સ્થાપિત કયૉ હતો.ભરૂચ SP લીના પાટીલે જીલ્લાના તમામ પો.સ્ટેશનમાં સફક્યુલેશન પાસ કરીને પોલીસતંત્રને સીમા ભગતને મદદરૂપ થવાની પહેલ કરતાં રૂ.૩૦ લાખનું ફંડ ભરૂચની અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ માંગી સીમા ભગતને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તમામ જરૂરીયાતો પુણઁ કરવાની મદદ કરતાં પર્વતરાજ હિમાલયની ઊંચાઈ જેટલી જ ઊંચી સિદ્ધિ મેળવીને ભરૂચ સાથે ગુજરાતનું ગૌરવ વધાયુઁ હતું
સીમા ભગતે સંવાદ જણાવ્યું હતું કે,ભરૂચ SP લીના પાટીલ સાથે મારો કોઈ વ્યક્તિગત પરીચય નહતો.મારા પિતા સાથે એકવાર મળવા જવાનું થતાં વાતવાતમાં જ મને કહ્યું કે,તારે માઉન્ટ એવરેસ્ટ જવું હોય તો તૈયારી શરૂ કરો.પરીવારની પરિસ્થિત સામાન્ય હોવાથી અશક્ય હતું.પરંતુ SP લીના પાટીલે મદદ કરતાં મને સફળતા મળી છે.મારી દરેક સફળતાનું શ્રેય SP લીના પાટીલને અપઁણ કરીને તેમનો આભાર વ્યક્ત કરૂ છું.
ભરૂચ SP લીના પાટીલ સિંઘમ લેડી અધિકારી તરીકે પ્રખ્યાત છે.કઠોર નિણૅય અને કોઈપણ ગુનેગારની શાન ઠેકાણે લાવવા સક્ષમ છે.પરંતુ આદિવાસી સમાજની દીકરી સીમા ભગતને સ્વન પુણઁ કરવા જે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે જે કામગીરી કરી છે તે આવકારદાયક છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ