
તા.૨૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુરના જેતલસર ગામનાં ખેડૂત અગ્રણી હરીભાઇ ભોવાનભાઈ પોલરાનું દુઃખદ અવસાન થતાં તેમનાં ચક્ષુઓનું દાન કરવા માટે તેમનાં પરીવારજનોએ ધોરાજી માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરતા જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ધોરાજી સીવીલ હોસ્પિટલનાં સૂપ્રિટેન્ડેન્ટ ચક્ષુદાન સેન્ટરનાં ડો. જયેશભાઈ વસેટીયન ડો. નિકીતાબેન, સહિતનાં મેડિકલ સ્ટાફ દ્વારા સ્વ. હરીભાઇનાં ચક્ષુઓ લેવામાં આવેલ અને ચક્ષુદાન સમયે સ્વ. હરીભાઇ નાં કુટુંબીજનો સ્નેહીઓ કેતનભાઈ પોલરા,શૈલેષભાઇ પોલરા, ભાર્ગવ રૈયાણી, માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ ભુવા, શૈલેષ ઠુંમર, વિકલભાઈ પોલરા, સતિષભાઇ ઠુંમર, કિશોર રૈયાણી, મનિષ ભુવા સહિતના હાજર રહ્યા હતા અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી એ સ્વ.હરીભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના પરીવારજનો દ્વારા કરાયેલા ચક્ષુદાનની સેવાને બિરદાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી સિવીલ હોસ્પિટલને ૧૯૧ મું ચક્ષુદાન મળ્યું છે.









