BANASKANTHAGUJARATPALANPUR

એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટાનું એથલેટિક્સ ગૌરવ

23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર

તાલુકા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા શેરપુરા મુકામે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાઈ હતી જેમાં શ્રી એલ.વી. નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટા ના કુલ 8 ખેલાડીઓ અલગ – અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અંડર- 14 માં સરતેચા કિસ્મત જોગજી ગોળાફેંક. પ્રથમ નંબરે, અને 200 મીટર દોડમાં દ્વિતીય નંબરે..જાદવ અરવિંદસિંહ શૈતાનસિંહ લાંબીકૂદમાં પ્રથમ નંબરે, સોલંકી શક્તિસિંહ મોઘજી 100 મીટરમાં તૃતીય નંબરે આવ્યા હતા…..અંડર-17 માં જાદવ જોગસિંગ નાગસિંગ ગોળા ફેંક અને 400 મીટર દોડ માં તૃતીય નંબરે, જાદવ દેવીસિંહ લક્ષ્મણસિંહ 200 મીટર દોડમાં તૃતીય નંબરે આવ્યા હતા…અંદર- 19 માં સોલંકી રાહુલસિંહ રાયમલસિંહ લાંબીકૂદમાં પ્રથમ નંબરે અને 100 મીટર દોડમાં તૃતીય નંબરે..જોશી હાર્દિક વિનોદભાઈ ગોળા ફેંક, ચક્રફેંક,100 મીટર દોડમાં દ્વિતીય નંબરે જોષી ક્રિશ જયંતીભાઈ 100 મીટર,200 મીટર, દ્વિતીય નંબરે, દેસાઈ ભાવેશભાઈ રેવાભાઇ તૃતીય નંબર લાવી. શાળાનું ગૌરવ વધાર્યું હતું. તાલુકા માં પ્રથમ નંબરે 03,દ્વિતીય, નંબરે 07 અને તૃતીય નંબરે ,06 શાળા ના રમતવીરો વિજેતા બની શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું .શાળા પરિવારે અને વ્યાયામ શિક્ષકશ્રી કનુભાઈ પ્રજાપતિ તથા પ્રધાનઆચાર્ય નટુભાઈ જોષીએ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા. જિલ્લામાં પણ નંબર લાવી શાળાનું અને ગામનું ગૌરવ વધારે અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button