રામનાથ ગામની મુલાકાત લઈ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઘટતી જરૂરિયાત તાકીદે પુર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી

તારીખ ૧૮/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિમાં બનેલી ગોઝારી આગ હોનારતમાં બોટલ ફાટવાની ઘટનાને લઇ આજે સવારથી જ સમીક્ષાઓના દૌર શરૂ થયાં હતાં. કાલોલ પોલીસ સાથે મામલતદાર સ્ટાફ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના આલા અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી બોટલ ફાટવાની દુર્ધટના ના ઝીણવટ ભર્યા અભ્યાસો બાદ પેપર વર્ક જેવી કામગીરીઓ હાથ ધરી હતી.આ દરમ્યાન આજે વહેલી સવારે સ્થાનીક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને ઇજાગ્રસ્ત લોકોના પરીજનો સાથે નજીકના સગાઓને મળી શાંતવના આપી હતી. ગોઝારી દુર્ધટનાથી સ્તબ્ધ અને નિસ્તેજ સ્થાનીક જનજીવનને થાળે પાડવાના પ્રયાસો બાદ ધારાસભ્યએ સ્થળ પર જ કાલોલ મામલતદાર વાય.જે.પુવાર ,સર્કલ મામલતદાર રાકેશભાઇ સુતરીયા ,પોસઇ સી.બી.બરંડા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના આલા અધિકારીઓ સાથે બેઠક યોજી ઝીરો ટોલરન્સ પઘ્ધતી પ્રમાણે નિષ્ઠાપૂર્વકની ફરજો બજાવવા આદેશો કર્યાં હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને દવા સારવાર ખર્ચ અને રોકડા સહાય સત્વરે મળે તે માટે ઓઇલ કંપનીના અધિકારીઓને તાકીદ કરતા તેઓએ વધુ સહાય માટે રાજય સરકાર સમક્ષ રજૂઆતો કરવાનો ભરોસો આપ્યો હતો. જોકે આ લખાય છે ત્યાં સુધી તપાસ એજન્સીઓ ઘરેલું રાંધણ ગેસ બોટલ ફાટવાની આ ઘટનાના સજ્જડ કારણો સુધી પહોંચી શકી નથી.











