HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં નવા બનતા રોડની કામગીરી ખોરંભાતા ટ્રાફીક સમસ્યાથી નગરજનો અને વાહનચાલકો પરેશાન.

તા.૧૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરમાં વડોદરા અને ગોધરા તરફ ના મુખ્ય માર્ગ ને નવીનીકરણ કરવાની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી ને કારણે આખો દિવસ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી થતા એસ ટી બસો સહિત અનેક નાના મોટા વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે.નગરમાં કરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી ને કારણે ત્રણ વર્ષ થી એસટી બસ સ્ટેન્ડથી પાવાગઢ, ગોધરા, અને વડોદરા ત્રનેવ તરફ આવેલા માર્ગો ની એક તરફ નો રોડ ખોદકામ કરી દેવામાં આવ્યો હતો એ માર્ગ નવો બનાવવાની શરૂઆત કરતા આખો રોડ બે ફૂટ જેટલો ખોદી નાખવામાં આવતા અત્યારે ગોધરા – વડોદરા નો ટ્રાફિક ની અવર જવર એક જ રોડ ઉપર થઈ જતા શહેરીજનો એ દિવસ ભર ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નગરમાં થતા ટ્રાફિક માં અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. ઇમરજન્સી સેવાઓ, ફાયર ફાઇટર, કે સબવાહીની ની સેવાઓ જેવી તમામ સેવાઓ આવા ટ્રાફિક સામે લાચાર થઈ જતી જોવા મળે છે. એક તરફ ના યાતાયાત ને પગલે એસટી બસ,ટ્રક, લક્ઝરી જેવા ભરદારી વાહન મોટી સમસ્યા બની રહ્યા છે, ત્યારે જ્યાં સુધી રોડ ની કામગીરી ચાલે ત્યાં સુધી આવા ભરદારી વાહનો નગર માંથી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવા માં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.એસટી બસ સેવા બાયપાસ તરફ ડાયવર્ટ થઈ શકે તેમ છે,પરંતુ પાલિકા આદેશ કરે તો,એસટી બસો બાયપાસ તરફ થી લઈ જવામાં આવે તો દરેક બસ ને આવવા ના 4 કિલો મીટર અને જવા ના 4 કિલોમીટર નો ફેરો વધી જાય એટલે બે લીટર ડીઝલ ની ખપત દરેક રૂટ ઉપર વધી જાય પાલિકાના આદેશ મુજબ એસટી વિભાગ હુકમ કરે તો એસટી બસો બાયપાસ થઈ શકે એમ છે, સરકારી આદેશ વગર બસ ને બાયપાસ ઉપર થી ડ્રાઇવરે સ્વ જોખમે લાવવી પડે અને ડીઝલ ની ખપત પણ પોતે ભોગવી પડે તેમ હોવાથી ટ્રાફિક થવા છતાં ચાલકો એસટી બસ શહેર માંથી જ લાવી રહ્યા છે. શહેરીજનો આખો દિવસ આ સમસ્યા ભોગવી ને ત્રસ્ત બન્યા છે ત્યારે હાલોલ નગર પાલિકાએ ટ્રાફિક સમસ્યા ના નિરાકરણ માટે ભારદારી વાહનો નગર માં બંધ કરાવવા વિચારવું જોઈએ તેવી પણ લોકચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button