
વિજાપુર વીજ કંપની તરફના ફાટક પાસે રોડ નહિ બનાવતા વાહન ચાલકો રાહદારીઓ ને હાલાકી

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસ ડેપો સામેનો વીજ કંપની તરફ જતો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડી રહ્યો છે રોડ બનાવવા બાબતે વકીલો તેમજ જાગૃત નાગરિકો દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય રોડ ની કામગીરી નહીં કરવામાં આવતા અવર જવર કરતા લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે આ રોડ ઉપર સોસાયટી વિસ્તાર ના લોકો તેમજ વીજ કંપની ના કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારોના લોકો નો પણ ઘસારો જોવા મળે છે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી જવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઘણી મુશ્કેલીઓ વેઠી ને પસાર થવુ પડે છે તંત્ર આ બાબતો જાણે છે તેમ છતાંય આંખ આડા કાન કરી રહી છે જોકે રોડ બનાવવા માં નહીં આવે તો રોડ ને મુદ્દે તંત્ર ને ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેમ વકીલ અગ્રણી રતન ભાઈ દેસાઈ સહિત વકીલ મંડળ દ્વારા જણાવવા માં આવ્યુ છે જોકે હાલમાં ખખડી ગયેલા રોડ નો રીનોવેશન કરી નવું બનાવવું જરૂરી બન્યું છે





