
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત મા. અને ઉ. મા. શાળા, સિંગાણામાં વોકેશનલ શિક્ષક પટેલ પ્રતીક્ષાબેનનો વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા બુકે, શ્રી ફળ, સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને શાળાના ઉત્તમ સેવાકાર્યો ની પ્રસંશા કરી, વિદ્યાર્થીઓએ એમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી, પ્રતીક્ષાબેન તરફથી શાળા પરિવારને સ્મુતિ ભેટ અર્પણ કરાઈ. કાર્યોક્રમના અંતમાં પ્રતીક્ષાબેન તરફથી સૌને સ્વરુચિ ભોજન કરાવવામાં આવ્યું હતું . તેના મધુર સ્વાદ સાથે કાર્યોક્રમનું સમાપન કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]





