
વિજાપુર પિલવાઈ ગામના શાળાના આચાર્ય એ ૨૭ દિવસ સુધી દાતાઓના માધ્યમથી ધાબળા વ્હેચ્યા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈની શેઠ જીસી હાઇસ્કૂલ ના આચાર્ય દ્વારા એક ઉમદા વિચાર ધરાવતા દાતાઓ ના સહયોગથી મહેસાણા, વિજાપુર, પિલવાઈ, રણાસણ, દેવપુરા, વિહાર, ઉમિયાનગર, જમિયતપૂરા(ગાંધીનગર) વગેરે સ્થળો એ શેઠ જી.સી. હાઈસ્કૂલ, પિલવાઈનાં આચાર્યા કૃણાલ બેન ઠાકર તથા પરેશકુમાર રાવલ દ્વારા રૂબરૂ જઈને ખૂબ જરૂરિયાત ધરાવતાં પરિવાર તથા જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હૂંફ મળે તે હેતુ નવા બ્લેન્કેટ્સ, સ્વેટર, શાલ, ગોદડીઓ, કપડાં, દીકરીઓને જરૂરી બને તેવા શાલ જેવા સ્ટોલ્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. જોકે દાતાઓ નામ નહી પણ કામ કરી સેવાને ઉજાગર કરતા સેવાઓ કરવા અને ગરીબ વર્ગ ના લોકોની મદદરૂપ થવા સેવા અવિરત ધપાવી રહ્યા છે
[wptube id="1252022"]





