
તારીખ ૨૦/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે બુધવારે સાંજે સતત બે કલાક વરસેલા વરસાદને લીધે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે કાલોલ ના ઈન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોએ પલિકા માં ચિફ ઓફિસર ને ફોન કરી પાણી કાઢવા જણાવ્યુ હતુ જેથી ચીફ ઓફિસરે પાલિકાના એસ આઈ ને જરૂરી સુચનાઓ આપી હતી પરંતુ પાણી કાઢવાની કોઇ પ્રક્રિયા હાથ ધરાઈ નહિ હોવાથી ગુરૂવારે આ વિસ્તારના સંખ્યાબંધ લોકો ના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પાલિકા ખાતે ઉમટી પડયા હતા અને પાલિકાની ઓફીસ માથી ખુરશીઓ બહાર કાઢી રસ્તા ઉપર પાથરી દીધી હતી અને હલ્લાબોલ કર્યો હતો અને નગરપાલીકા ની કચેરીને લોકોએ તાળુ મારી દીધેલ જેથી કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીની મોટર મુકાવવા બાબતે જાણકારી મેળવી હતી જ્યારે વરસાદી પાણીની સતત આવક ને કારણે કાલોલ નાં બાગ ની દીવાલ અને વલ્લભ દ્વાર પાસે ની દીવાલ ધસી જવા પામી હતી.










