
બેચરાજી તાલુકાનાં ૨૦ ગામોના ૪૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગૃહ પ્રવેશ અને આવાસ લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમ યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડાપ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧૬૦ ગામોના ૩૮૭ આવાસોનું તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં બેચરાજી તાલુકાનાં ૨૦ ગામોના ૪૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, તાલુકાનાં પ્રમુખ સોનલબેન એચ. પટેલ જિલ્લા સદસ્ય વીરેન્દ્ર સિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી તાલુકાનાં ઉપપ્રમુખ સોનલબા પી. ઝાલા, તાલુકાનાં પદાધિકારી ગામના પદ્દાધિકારી નાગરિકો, પી,એમ,એ,વાય.-જી ના લાભાર્થીઓ અને કર્મચારી તમામનું સંકલન જિલ્લાના વડા જીલ્લા વિકાસ અધિકારી નિયામક અને જિલ્લા ટીમજીના સફળ નેતૃત્વમાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ગૃહ પ્રવેશ અને આવાસ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં આવાસ ગૃહ પ્રવેશ, લોકાર્પણ, સ્વચ્છતા કાર્યક્રમ, વૃક્ષારોપણ, રસોઈ હરીફાઈ, લાઈવ કાર્યક્રમનું નિદર્શન, શાળામાં ચિત્ર સ્પર્ધા, રંગોળી, સ્વચ્છતાના સૂત્રો, યોગ વંદના, પ્રભાત ફેરી વિગેરે પ્રવૃતિઓ કરવામાં આવી હતી.





