
વિજાપુર બંગલા વિસ્તારમાં રહેતા આધેડ પુરુષે વ્યાજખોરો ના ચક્કર માં ફસાઈ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો
હાલ આધેડ પુરુષ હિંમતનગર ખાતે દવાખાને સારવાર હેઠળ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બંગલા વિસ્તાર માં રહેતા આધેડ પુરુષે વ્યાજખોરીના ચકકર માં ફસાઈ જતા જંતુનાશક ઝેરી દવા પીને કરેલ આત્મહત્યા ના પ્રયાસ માં પોલીસે પતિ પત્ની ના નિવેદનો તેમજ આધાર પુરાવા એકઠા કરી નવ ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે જેમાં એક કાયદા નિષ્ણાંત નું પણ નામ હોવાથી વકીલ મંડળ દ્વારા પોલીસ મથકે જે અંતર્ગત ઠરાવ કરીને આપ્યો છે જેમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પોલીસ અધિકારી ને પણ જાણ કરવામાં આવી છે જોકે થોડા દિવસ અગાઉ આવા એક વ્યાજના ચક્કર માં ફસાઈ ને મોત વ્હાલું કર્યા ના બનાવ ને હજુ શાહી સુકાઈ નથી ત્યાં વ્યાજના ચક્કર માં ફસાઈ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કરવા બાબતનો બીજો બનાવ બન્યો છે જોકે હાલ માં ઝેરી દવા પીનાર આધેડ પુરુષ ની તબીયત હજુ હાલક ડોલક થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકામાં આવા વ્યાજખોરી માં ફસાઈ રહેલા યુવકો ગરીબ મધ્યમ વર્ગ ના લોકો આવા ચક્કરો માં ફસાતા હોવાથી ઘણી વખત વ્યાજખોરો ની સતામણી ના કારણે આપઘાત ના બનતા બનાવો અટકે તે માટે પણ જાગૃત નાગરીકો માં પણ વ્યાજખોરી નાબૂદ માટે ના કાયદેસર પગલાં જરૂરી બન્યા છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ શહેરના બંગલા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ ઉસ્માન ભાઈ શેખ નામના આધેડ પુરુષે અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ શરતો ના આધીન કોરા ચેકો આપી તેમજ ગીરવે દસ્તાવેજ મૂકીને મહિને અને અઠવાડિયા ના ઉંચા દરે વ્યાજ આપી રૂપિયા 11લાખ 85 હજાર વ્યાજખોરો પાસેથી લીધા હતા. જેમાં કેટલાક લોકોને પૈસા મૂડી કરતા વધારે આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી માનસીક તેમજ મરવા માટે મજબૂર કરતા આ આત્મઘાતી પ્રયાસ કર્યો હતો પણ ઘરમાં પરિવાર જનો ની જાણ માં આવતા તેઓને સારવાર માટે સત્વરે દાખલ કરતા તબીયત સ્ટેબલ થતા પોલીસે જાવેદભાઈ શેખ નું નિવેદન તેમજ તેમના પત્ની નું નિવેદન તેમજ જરૂરી પુરાવા મેળવી ફરીયાદ નોંધી હતી જેમાં જાવેદહુસેન શખે મકાન ખરીદવા નું હોવાથી કલોલ ના મહેમુદ ભાઈ શેખ પાસેથી 7 લાખ લીધા હતા.જેનું દર મહિને 35 હજાર વ્યાજ ચૂકવતા હતા.તેમ છતાંય મકાન લખાવી ને ધમકીઓ આપતા હતા. જ્યારે ચાર વર્ષ પહેલાં જલાલુદ્દીન ચિસ્તી પાસેથી 1 લાખ 70 હજાર લીધા હતા. જેનું અઠવાડીયે રૂપિયા 10 હજાર નું વ્યાજ ચૂકવતા હતા તેઓએ જાવેદ ભાઈ ની પત્ની હસીના બેન ના ચેકો લઈ ચેક રીટર્ન નો કેસ કરી ધમકીઓ આપી ત્રાસ આપી રહ્યા હતા. તેમજ કિરીટ પટેલ પાસેથી રૂપિયા 20 હજાર લીધા હતા તેઓને પણ વ્યાજનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં મુદ્દલ બાકી રાખી ધમકીઓ આપી હતી .સંજય ભાઈ બારોટ વકીલ કે જેઓ પાસેથી બે લાખ રોકડા લીધા હતા જેનો રૂપિયા 17 હજાર 500 વ્યાજ દર મહિને ચૂકવતા હતા. જો આપવામાં સમય થાય તો તેમના સાગરીત અલી ભાઈ લઈ જતો હતો તેઓને તેમના સાગરિત ને અમો દર મહિને વ્યાજની ચુકવણી કરતા હતા. જે અંગેની કુલ નવ શખ્સો મેહબુબ ભાઈ રહે કલોલ તેમજ જલાલુદ્દીન ચિસ્તી તેમજ નઇમોદ્દીન ચિસ્તી તેમજ મ્યુદ્દીન ચિસ્તી તેમજ શાહનવાઝ પઠાણ તેમજ ઇકબાલ ભાઈ શેખ તેમજ મુરતુજા અલી સૈયદ તેમજ કિરીટ પટેલ જેનરીક મેડિકલ વાળા તેમજ સંજય બારોટ વકીલ સહિત સામે પોલીસ મથકે જાવેદ હુસેન ઉસ્માન ભાઈ શેખે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી જરૂરી પુરાવા એકઠા કરી તપાસ હાથ ધરી છે.